(13)બાવીસની બેજવાબદાર બદરી બકરીએ બડબડતાં બડબડતાં બત્રીસની બોગસ બકરીને બેચરદાસ બગસરાવાળના બંગલામાં બોલાવી બગડેલા બોર બાચકામાં બાંધીને બથાવ્યા.
Notice Board
Notice Board
ચોમાસે અજમો,લસણ ભલા,પણ બારે માસ ત્રિફલા ભલા
ખાય જે બાજરી ના રોટલા અને મૂળા ના પાન
શાકાઆહારને લીધે, તે ઘરડા પણ થાય જવાન.
રોટલા, કઠોળ અને ભાજી,તે ખાનારની તબીઅત તાજી,
મૂળો, મોગરી, ગાજર ને બોર, જે ખાય રાતે તે રહે ન રાજી.
હિંગ, મરચું અને આમલી, સોપારી અને તેલ,
શોખ હોય તો પણ, સ્વાસ્થ્ય માટે પાંચે વસ્તુ મેલ.
આદુ રસ ને મધ મેળવી,ચાટે જો પરમ ચતુર,
શ્વાસ, શરદી,અને વેદના ભાગે તેના જરૂર.
ખાંડ, મીઠું અને સોડા, એ ત્રણ સફેદ ઝેર કહેવાય,
નિત ખાવા,પીવામાં એ વિવેકબુદ્ધિથી જ વપરાય.
ફણગાવેલા કઠોળ જે ખાય,તે લાંબો,પોહળો અને તગડો થાય,
દૂધ,સાકર,એલચી,વરીયાળી અને દ્રાક્ષ, એ ગાનારા સૌ ખાય.
લીંબુ કહે-હું ગોળ ગોળ, ભલે રસ છે મારો ખાટો,
સેવન કરો જો મારું તો, પિત્ત ને મારું હું લાતો.
ચણો કહે-હું ખરબચડો, પીળો પીળો રંગ જણાય,
ચણાદાળ ને ગોળ જે ખાય, તે ઘોડા જેવો થાય.
મગ કહે-હું લીલો દાણો અને મારે માથે ચાંદુ,
જો બે ચાર મહીના ખાય તો માણસ ઉઠાડું માંદુ.
કારેલું કહે- કડવો, કડવો હું અને મારે માથે ચોટલી,
રસ જો પીએ મારો,ડાયાબીટીસની બાંધુ ચોટલી.
આમલી કહે-મારામાં ગુણ એક જ,પણ અવગુણ છે પુરા ત્રીસ,
લીંબુ કહે-મારામાં અવગુણ એક નહીં, પણ ગુણ છે પુરા વીસ.
ઉનાળો જોગીનો, શિયાળો ભોગીનો ને ચોમાસુ રોગીનું,
શાકાઆહારી જે જન રહે,દર્દ નામ કદી ન લે એ જોગીનું.
------------------------------------------------------------------------------------------------------------------------------------------------
કક્કાની કરામત
(૧)કરસનકાકાએ કચવાતાં કચવાતાં કંચનકાકીને કહ્યું કે કાશ્મીરવાળા કાચના કબાટમાંથી કાગળમાં કસેલા કાચના કપ કાઢો.
(૨)ખોવાયેલી ખ્યાતિએ ખરબચડા ખોખામાંથી ખોખું ખોલીને ખોં ખોં ખાંસી ખાતા ખાતા ખાટામીઠા ખાખરાઓ ખાધા.
(૩)ગજાનન ગવૈયો ગુજરાતમાં ગીતો ગાવા ગયો.
(૪)ઘાસના ઘરમાં ઘી ઘાલી ઘુસણખોરો ઘા ઘસવા ઘૂમ્યા.
(૫)ચમકદમકવાળા ચાંપાનેરની ચુલબુલી ચાર્મીએ ચશ્મા ચઢાવી ચંબલથી ચોરેલા ચાળણાથી ચણા ચાળ્યા.
(૬)છગનલાલે છાપામાં છુપાવેલી છત્રીથી છાનામાના છમ્મકછલ્લોને છપ્પન છલાંગો છોડાવી.
(૭)જમશેદપુરના જુવાનજોધ જવાહર જેઠવાએ જોવાજેવા જાજરમાન જરઝવેરાત અને જણસોની જીજ્ઞાસા જગાડી.
(૮)ઝુલ્ફાવાળી ઝૂલતી ઝ્મકુડીએ ઝાડને ઝટપટ ઝંઝેડ્યું.
(૯)તડકામાં તપેલો તીસમારખાં તુષાર તોરણીયો તરત તરબૂચ તોલવા તૂટ્યો.
(10)રાજપુરના રાજા રણજીતસિંહે રાજરાજેશ્વર રહેમતસિંહના રામ રમાડવા રાજદરબારમાં રણનીતિ રચી.
(11)મોરેશીયસની મીશીમીશા માખીએ મગસના મોટા માલને માણતી મેન્ચેસ્ટર્રની મીકુમાની માખીને મગદળથી મારીને માગશર માસમાં મહેસાણાના મસ્તમઝાના મસાણમાં મોકલી.
(12)ફૂલેકામાં ફરીફરીને,ફટાકડા ફોડીને,ફૂલચંદ ફડાકીએ ફાગણ માસમાં ફરિયાદ ફટકારીને ફાટફાટ ફાંદમાં ફાંકડા ફાફડા ફફડાવ્યા.
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment