अमंतक्षरं नास्ति नास्ति पूलमनौषधम् | अयोग्य: पुरुषो नास्ति योजकस्तत्र दुर्लभ: || ભાષાંતર:- "એવો એક પણ અક્ષર નથી જે મંત્ર ના બની શકે,એવું વૃક્ષનું કોઈ મૂળ નથી જે ઔષધિ ના બની શકે,અયોગ્ય હોય એવો કોઈ માણસ નથી-દરેકનો કોઈને કોઈ સદ્ઉપયોગ તો હોય જ છે-જરૂર છે તેને પારખીને તેની યોજના બનાવનારની."

Notice Board

Notice Board

HTAT : Details | Apply Online last : 19-08-2015 (Starting Date : 10-08-2015) Exam : 20-09-2015

છે શું આ ગૂગલ હેન્ગઆઉટ?

ગયા શનિવારે આપણા ટેકસેવી મુખ્યપ્રધાન નરેન્દ્ર મોદીએ ગૂગલ પ્લસ પર હેન્ગઆઉટ યોજીને દેશના અન્ય રાજકીય નેતાઓને ચેકમેટ કરી દીધા. તમે ઇન્ટરનેટ વારંવાર સર્ફ કરતા હો તો છેલ્લા એક મહિનાથી ‘નરેન્દ્ર મોદી સાથે ફેસ-ટુ-ફેસ વાતચીત કરો, તમારો સવાલ મોકલો’ એવું કંઈક કહેતી જાહેરાત તમે અવારનવાર જોઈ હશે. નરેન્દ્રભાઈની સાઇટના દાવા મુજબ દુનિયાભરમાંથી 20,000લોકોએ તેમના સવાલો મોકલ્યા અને તેમાંથી 18લોકો સાથે નરેન્દ્રભાઈએ, અજય દેવગણના સાથમાં લાઈવ વાતચીત કરી, જે 116દેશોના લોકોએ યુટ્યૂબ પર લાઇવ જોઈ! તમે એનું રેકોર્ડિંગ અહીં જોઈ શકો છો :http://www.narendramodi.in
આપણા મુખ્યપ્રધાનની બાબતમાં હંમેશા બને છે તેમ, આ વખતે પણ ‘હેન્ગઆઉટનો પ્રયોગ જબરજસ્ત સફળ થયો’થી માંડીને ‘બધું બિલકુલ મેનેજ્ડ હતું’ એવા બે અંતિમ છેડાના પ્રતિભાવો આવ્યા, પણ તમે જો યુટ્યૂબ પર સાંજે આઠ વાગ્યાથી લાઇવ હેન્ગઆઉટ જોવાનો પ્રયાસ કર્યો હશે તો, શરૂ થવામાં થયેલા એકાદ કલાકના વિલંબ દરમિયાન અને પછી લાઇવ હેન્ગઆઉટ દરમિયાન સંખ્યાબંધ લોકોએ જે કમેન્ટ્સ લખી એ જોઈને માત્ર ગુજરાત નહીં, ભારતભરના લોકો પર આ માણસે પોતાની કેવી ઊંડી અસર ઊભી કરી છે એ તમે પણ જોઈ શક્યા હશો. હેન્ગઆઉટ દરમિયાન ટવીટર પર અમદાવાદ, મુંબઈ, દિલ્હી, ચેન્નઈ અને હૈદરાબાદ જેવાં શહેરોમાં લેટેસ્ટ ટ્રેન્ડમાં આ મુદ્દો જ છવાયેલો હતો.
હેન્ગઆઉટમાં શું વાતચીત થઈ એની વાત બાજુએ રાખીને આપણે તો અર્જુનની જેમ માછલી પર નજર માંડીએ - આખરે છે શું આ હેન્ગઆઉટ?
ધારી લો કે તમે અમદાવાદમાં છો. તમારા પરિવારનો એક સભ્ય ઓસ્ટ્રેલિયાના સિડનીમાં સ્થાયી થયો છે અને દીકરી લગ્ન પછી ન્યૂ જર્સીમાં સેટલ થઈ છે. હવે આખા પરિવારને એક સાથે વાતચીત કરવી હોય તો? જેમ ફોનમાં કોન્ફરન્સ કોલની સગવડ હોય છે એમ ઇન્ટરનેટ પર વીડિયો કોન્ફરન્સની સગવડ આપતી અનેક સર્વિસ પણ છે, જેમાંની કેટલીક પેઈડ છે અને કેટલીક ફ્રી છે. ગૂગલે ફેસબુકનો સામનો કરવા માટે શરૂ કરેલી સોશિયલ નેટવર્કિંગ સાઇટ ગૂગલ પ્લસ પર આવી સગવડ ફ્રી મળે છે, હેન્ગઆઉટ નામે.
હેન્ગઆઉટનો ઉપયોગ કરવા માટે તમારી પાસે ગૂગલ એકાઉન્ટ અને ગૂગલ પ્લસમાં પ્રોફાઇલ હોવો જરૂરી છે. ઉપરાંત, તમારે એક બ્રાઉઝર પ્લગઇન ડાઉનલોડ કરવાની જરૂર પડી શકે છે. તમારા કમ્પ્યુટરમાં વેબકેમ પણ જોઈશે. આટલું હોય પછી વાત સહેલી છે, ગૂગલ પ્લસમાં જાઓ, હેન્ગઆઉટના પેજ પર જાઓ અને ‘સ્ટાર્ટ એ હેન્ગઆઉટ!’ બટન પર ક્લિક કરો. હવે ગૂગલ પ્લસ તમને એક ટેસ્ટ પેજ પર લઈ જશે, તમારો વેબેકમ અને માઇક ચાલુ થશે, બધું બરાબર લાગે એ પછી તમે તમારા સર્કલમાંના લોકોને તમારી સાથે વાતચીત કરવા ઇન્વાઇટ કરો. તમે લોકોનાં ઇમેઇલ એડ્રેસ ટાઇપ કરીને પણ અન્ય લોકોને ઇન્વાઇટ કરી શકો છો.
ગૂગલ પ્લસમાં અત્યારે તમે બીજા 9લોકો સાથે, એક સાથે આ રીતે લાઇવ વાતચીત કરી શકો છો. જે વ્યક્તિનો અવાજ સૌથી મોટો હોય તેનો મોટો વ્યૂ દેખાય, બાકીના લોકોના વ્યૂ તેની નીચે એક હરોળમાં દેખાય. તમે કોઈ પર ક્લિક કરીને તેનો વ્યૂ મોટો પણ કરી શકો. વાતચીત ઇન્ટરનેટના માધ્યમથી થતી હોવાથી તેની ગુણવત્તાનો આધાર તમારા કમ્પ્યુટરની ક્ષમતા, ઇન્ટરનેટ કનેક્શન વગેરે પર આધારિત રહે છે, પણ એકંદરે પાંચેક લોકો સુધી તો ઘણી સારી રીતે વાતચીત થઈ શકે છે.
ગૂગલ હેન્ગઆઉટમાં વીડિયો વાતચીત ઉપરાંત પણ ઘણાં ફીચર્સ છે. જેમ કે તમે બીજા લોકોને ટેક્સ્ટ મેસેજ મોકલી શકો છો, હેન્ગઆઉટ ઓન એર નામની સુવિધાની મદદથી તમારા હેન્ગઆઉટને બ્રોડકાસ્ટ અને રેકોર્ડ કરી શકો છો, તમારા ડેસ્કટોપની કોઈ વિન્ડો બધા સાથે શેર કરી શકો છો, વિવિધ ઇફેક્ટ ઉમેરી શકો છો તેમ જ યુટ્યૂબ, સ્લાઇડશેર, ગૂગલ ડોક્સ વગેરેની એપ્સ ઉમેરીને તેનો લાભ પણ લઈ શકો છો.
કેટલીક વાતો ખાસ નોંધી લો, કોઈ એક વ્યક્તિ હેન્ગઆઉટ શરૂ કરી શકે છે, પણ પછી તે જેને ઇન્વાઇટ કરે એ વ્યક્તિ હેન્ગઆઉટમાં જોડાઈને બીજી વ્યક્તિને પણ ઇન્વાઇટ કરી શકે છે. તમે બીજા લોકોને તમારા હેન્ગઆઉટમાં સામેલ કરી શકો, પણ એને બહાર કાઢી શકતા નથી, એટલે ઇન્વાઇટ વિચારીને જ મોકલો!
પ્રાઇવસી તમારા માટે અગત્યનો મુદ્દો હોય તો ગૂગલ પ્લસના હેલ્પ સેક્શનમાં આપેલી વિગતો તપાસી જોશો.

No comments:

Post a Comment